GUJARATKUTCHMANDAVI

ચૂંટણીના દિવસે મતદાન માટે દુકાન અને સંસ્થાના કર્મચારીઓને વારાફરતી ૩ કલાકની ખાસ રજા આપવા સૂચના.

તા. ૨૬ એપ્રિલે મતાધિકારના ઉપયોગ માટે રવિવારે સાપ્તાહિક રજા ન ધરાવતા કર્મચારીઓને મતદાન માટે ૩ કલાકની છૂટછાટ આપવાની રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૨૪ એપ્રિલ : મત આપવાનો અધિકાર ધરાવતા હોય અને કોઈપણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા હોય તેવા તમામ કર્મચારીઓ અને કામદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી શકે તે હેતુથી સરકારી શ્રમ અધિકારી, શ્રી એમ. એમ. ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે દુકાનો કે સંસ્થાઓમાં કર્મચારીઓ/કામદારોની અઠવાડિક (સાપ્તાહિક) રજા ચૂંટણીના દિવસ એટલે કે તા. ૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર) ના રોજ ન આવતી હોય, તેવા કિસ્સામાં સંચાલકોએ મતદાન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે. આ વ્યવસ્થા અંતર્ગત આવા તમામ કર્મચારીઓને મતદાન કરવા માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે.તમામ દુકાન માલિકો અને સંસ્થાઓના સંચાલકોને આ પરિપત્રની નોંધ લઈ, કામદારો માટે મતદાનની અનુકૂળતા કરી આપવા અને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા સરકારી શ્રમ અધિકારીશ્રી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.‌

Back to top button
error: Content is protected !!