BANASKANTHAGUJARATPALANPUR

એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી

4 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી.
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત, એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કૉલેજ, પાલનપુરમાં ૫ મી, સપ્ટેમ્બર-2025ના રોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે તારીખ 04/09/2025ના રોજ ‘શિક્ષક દિવસ’ની ઉજવણી જ્ઞાનધારા અંતર્ગત કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહભેર 28 જેટલા વિદ્યાર્થીઓએ આચાર્ય, અધ્યાપક, ક્લાર્ક, લાયબ્રેરીયન, સ્પોર્ટ્સ, પટ્ટાવાળા, વોચમેન વગેરેની ભૂમિકા રસપૂર્વક ભજવી હતી. આજના દિવસે પ્રિન્સિપાલ અને અધ્યાપક થયેલ અને અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા. નિયામક સાહેબશ્રી ડૉ. એસ.જી. ચૌહાણ સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બધાને માર્ગદર્શિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજનાં આચાર્યા ડૉ.મનીષાબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ જ્ઞાનધારાના કન્વીનર પ્રો.રિતિકસિંહ કુશવાહ અને પ્રો.મનીષ ગૌસ્વામી એ સફળતાપૂર્વક કર્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!