MEHSANAVIJAPUR

વિજાપુર કસાઈવાડા મસ્જીદ પાસે પાર્ક કરેલી ઇકો કાર ની ચોરી પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

વિજાપુર કસાઈવાડા મસ્જીદ પાસે પાર્ક કરેલી ઇકો કાર ની ચોરી પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
કાર ના સાયલેન્સર તેમજ ગાડીની મોંઘી વાસ્તુઓ ચોરાયા બાદ હવે કોઈ આખી કાર ઉઠાવી ગયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના કસાઈવાડા વિસ્તારમાં મોડી રાત સુધી કેટલાક યુવકો જાગતા હોય છે અને કસાઈવાડા થી ચક્કર સુધી લોકોની રાત્રીના સમયે અવર જવર હોય છે ત્યારે ભરચક અવર જવર વાળા વિસ્તારમાં ઘણી વખત કાર ના સાયલેન્સર તો ગાડીની મોંઘી ચીજવસ્તુઓ ઉઠાવવા ની બૂમો પડી છે પણ કેટલાક લોકોએ કાર ની ચીજવસ્તુઓ ની નાની ચોરીઓ ના કારણે ફરિયાદ કરવા નું ટાળ્યું છે ત્યારે હવે આખી કાર મોડી રાત્રીએ કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા પોલીસ મથકે ઇકો કાર ના માલીકે ફરિયાદ નોધાવી છે જોકે ચક્કર સુધી પોલીસ ની પેટ્રોલીંગ પણ હોય છે પરંતુ હવે પેટ્રોલીંગ નો હદ વિસ્તાર વધારી ચક્કર દોશીવાડા બાલ્યા માઢ ચબુતરો વિસ્તાર સહીત આસપાસ પેટ્રોલીંગ હદ વધારવા ની ચોરીના બનાવને પગલે જરૂરી બન્યું છે આ અંગેની પોલીસ સુત્રોની પાસેથી મળતી માહીતી મુજબ સૈયદવાડા કસ્બા વિસ્તારમાં રહેતા એજાજ એહમદ સઈદ એહમદ સૈયદ પોતાની ઇકો કાર કાર નમ્બર જીજે 38 બી 6940 કસાઈવાડા મસ્જીદ ની પાસે પાર્ક કરી રાત્રી પોતાના ઘરે ગયા બાદ સ્થળ ઉપર ગાડી નહીં જણાઈ આવતા આસપાસ શોધ કરી હતી ત્યાર બાદ પોલીસ મથકે રૂપિયા 3,40,000 ની કિંમતની કાર કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ એજાજ એહમદ સૈયદ પોલીસ મથકે નોધાવી છે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!