GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરના શિકારી ફળિયામાં ગંદા ગટરના પાણી ફરી વળતાં પ્રજા પરેશાન

સંતરામપુર નગરમાં આવેલ શિકારી ફળિયામાં ગંદી ગટરનું પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા

સંતરામપુર નગરમાં આવેલ જુના એફસીઆઈ ગોડાઉન પાછળ ગટરો ની વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રોડપર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહીમામ..

અમીન કોઠારી:- મહીસાગર


સંતરામપુર નગરમાં આવેલ જુના એફસીઆઈ ગોડાઉન પાછળ શિકારી મોહલ્લામાં ગટરો ની વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રોડ પર આજુ બાજુના વિસ્તાર માં ફરી વળતા સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંતરામપુર નગર પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણી નાં નિકાલ માટે ગટરો નું આયોજન નાં હોઈ પાણી રોડ ઉપર ને આસપાસ રેલાય છે ને ગંદુ પાણી ભરાઈ રહેતાં ગંદકી ને મચ્છર નાં ત્રાસ થી આ વિસ્તાર નાં નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

નગરપાલિકા સંતરામપુર પ્રત્યે લોકો માં ભારે રોષ જોવા મળે છે.

આ વિસ્તાર માં લાંબા સમયથી સંતરામપુર નગર પાલિકા દ્વારા ગટરની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જેથી આ વિસ્તાર માં વરસાદ આવે કે પછી નગર પાલિકા દ્વારા નગરજનો ને પીવાનું પાણી આપવામાં આવે ત્યારે આ વિસ્તાર માં સ્થળ ઉપર આજુબાજુ માં ગંદુ પાણી ફરી વળે છે. જેમાં આ ગંદુ પાણી રોડ પર ફરી વળતા આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકો તથા સ્થાનિક રહીશો ગંભીર બીમારીના ના તથા રોગચાળા ના શિકાર બને તેવી પુરેપુરી પરિસ્થિતિ સર્જાયેલ છે.

આ બાબતે સંતરામપુર નગર પાલિકા ના ચીફ ઓફિસર પોતે સ્થળ ઉપર તપાસ કરી યોગ્ય નિકાલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button