BANASKANTHAGUJARATPALANPUR
ચિત્રાસણીમાં મહિલા કલ્યાણ પરિયોજના પોષણ પ્રોજેક્ટ યોજાયો
18 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બાલારામ સઘન ક્ષેત્ર વિમળા જ્યોત ચિત્રાસણી માં કચ્છ રેલવે કંપની સંચાલિત ડિજીગાંવ હેથળ સશક્ત રામાણી – મહિલા કલ્યાણ પરિયોજના પોષણ નો કાર્યક્રમ યોજાયો. જેમાં ગામના સરપંચ શ્રી રાજીબેન, સંસ્થાના નિયામક શ્રી બારડ સાહેબ, પીટીસી કોલેજના આચાર્યા શ્રી, હાઇસ્કુલ ના આચાર્ય શ્રી, ડિજીગાંવ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મોનીશા દાસ, આશ્રમશાળા, હાઈસ્કુલ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ અને ગ્રામીણ મહિલાઓ હાજર રહ્યા હતા. શાળા – કોલેજની વિદ્યાર્થીનીઓ, ગ્રામીણ મહિલાઓ ને સેનેટરી પેડ, દવાઓ, સંસાધન કીટ તેમજ સ્વચ્છતા અને સશક્ત રહેવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.