વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-24 એપ્રિલ : સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૫ ના માંડવી તાલુકાના મોજે માંડવી રૂરલ વિસ્તારના સરકારી, સિટી સર્વે અને નેશનલ હાઈવે હસ્તકની સરકારી જમીન પર કોમર્શીયલ હેતુ માટે ગેરકાયદેસર દબાણ -બાંધકામ દૂર કરવામાં આવેલ. આ કામગીરી અંતર્ગત શ્રી વી.કે. પટેલ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી માંડવી દ્વારા દબાણકર્તા શખ્સોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવેલ. જે ગેરકાયદેસર કોમર્શીયલ દબાણ – બાંધકામને આજરોજ ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છ ભુજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી, મુંદરાના સુપરવિઝન હેઠળ મામલતદારશ્રી, માંડવી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી, માંડવી, નાયબ મામલતદારશ્રી, દબાણ-માંડવી, સર્વેયરશ્રી સિટી સર્વે કચેરી, માંડવી, નગરપાલિકા-માંડવી, નેશનલ હાઈવે વિભાગના ઈન્જીનીયરશ્રી, માંડવી તથા પોલિસ ઈન્સ્પેક્ટરશ્રી, માંડવી તેઓની ટીમ તથા પીજીવીસીએલ ટીમની હાજરીમાં આ જમીન દબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી.
ક્રમ,સરકારી સર્વે નંબર દબાણનો પ્રકાર દબાણનું ક્ષેત્રફળ (ચોમી),માંડવી-૩૭૦ પૈકી,કોમર્શીયલ (કુલ ૨ દુકાન)
२००,८०.કોમર્શીયલ (કુલ ૩ દુકાન)
કોમર્શીયલ (કુલ ૪ દુકાન)
१००/८०,કોમર્શીયલ (કુલ ૩ દુકાન)
કોમર્શીયલ (કુલ ૨ દુકાન),કોમર્શીયલ (કુલ ૪ દુકાન)
१००/८०,-1,કોમર્શીયલ (કુલ ૨ દુકાન),2-કોમર્શીયલ (કુલ ૧ દુકાન),-3-કોમર્શીયલ (કુલ ૧ દુકાન),-4-કોમર્શીયલ (કુલ ૧ દુકાન),5-કોમર્શીયલ (કુલ ૧ દુકાન)
આ કામગીરી બાદ કુલ અંદાજીત ૮૮૦ ચોમી અને અંદાજે કિંમત જંત્રી મુજબ ૬૩,૩૬,૦૦૦/- (અંકે રૂપીયા ત્રેસઠ લાખ છત્રીસ હજાર) ની જમીન દબાણ મુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી તેવું પ્રાંત અધિકારીશ્રી મુંદરા-કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું.