શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ની અલગ અલગ ૫ જગ્યાએ સેવાઓ આપી

25 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ની અલગ અલગ ૫ જગ્યાએ સેવાઓ આપી.જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રમેશભાઈ કે મોદી સહયોગથી પાલનપુરમાં ગણેશપુરા માં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓને સ્કૂલ બુટ નું વિતરણ અને મીઠાઈને ગાંઠિયાનો નાસ્તાનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યું તથા અમાવસના દિવસે ડો રવિ સોની નો ફોન આવ્યો. જણાવ્યું કે બાલારામ મહાદેવ મંદિરમાં ભોજન પ્રસાદ વધેલું છે જીવ દયાપ્રેમી ઠાકોર દાસ ખત્રી પાલનપુર થી રાહુલભાઈ નો છોટા હાથી લઈને બાલારામમાં વધેલું ભોજન છોટા હાથીમાં ભરીને પાલનપુરમાં અલગ અલગ ઝૂંપડી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન આપવામાં આવ્યું તથા ડો હિતેશભાઈ નો ફોન આયો જણાવ્યું કે લક્ષ્મણ ટેકરી મંદિરમાં ફરાળી બટાકાની સબ્જી પ્રસાદ વધેલું છે ત્યાં પહોંચીને ભાવેશભાઈ પરીખની ગાડીમાં ભોજન ભરીને તથા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રશ્મીબેન. સહયોગથી સમોસા ને કડીનો નાસ્તો કોજી વિસ્તારમાં આપવામાં આવ્યો તથા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રીના સહયોગથી કુતરાઓને રોટલી હલ્દીવાળા ભાત અને છાશ ભોજન આપવામાં આવ્યું જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી આજે ૬ કલાક સેવા આપી હતી સેવા કાર્યમાં ઠાકોર દાસ ખત્રી. દિનેશભાઈ શર્મા સાહેબ.રમેશભાઈ કે મોદી. મહેશભાઈ ઠક્કર. ચેતનભાઇ. પંકજ પ્રજાપતિ સેવા આપી હતી 








