હાલોલ- નવરાત્રીના પર્વને લઈ પાવાગઢ ખાતે જીલ્લાતંત્ર સજ્જ,પ્રથમ નોરતા પહેલા જ લાખોની સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૦.૨૦૨૪
આસો નવરાત્રી પર્વ ને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખો ની સંખ્યા માં માતાજીના દર્શને આવતા માઇ ભક્તો ને લઇ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ શ્રી કાલિકા મંદિર તંત્ર સજ્જ બન્યું છે.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે તે ઉપરાંત તેમજ શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે. તેમાં પણ ગુરુવાર ના રોજ થી આરંભ થઇ રહેલી આસો નવરાત્રી પર્વ ને લઈ લાખ્ખો ની સંખ્યા માં આવનાર માઇ ભક્તો ની સુરક્ષા અને સલામતી ને ધ્યાન માં લઇ ૭૦૦ ઉપરાંત પોલીસ કર્મી ખડે પગે ચોવીસ કલાક નવરાત્રી દરમ્યાન ફરજ નિભાવશે જેમાં ૧ ડીવાયએસપી, ૯ પીઆઇ, ૪૦ પીએસઆઇ,પોલીસ કોન્સ્ટેબલ એએસઆરપી જવાન ટુકડી હોમગાર્ડ જીઆરડી મહિલા પોલીસ સહીત ૭૦૦ પોલીસ કર્મી ફરજ પર હાજર રહી જુદા જુદા પોઇન્ટ બનાવી વિડ્યો ગ્રાફી કરી યાત્રિકો પર બાજ નજર રાખવામાં આવશે.જયારે એસટી નિગમ દ્વારા યાત્રિકો ની સવલત માટે પાવાગઢ બસ સ્ટેન્ડ થી ડુંગર માંચી સુધી ૫૦ એસટી બસ અવીરત ૨૪ કલાક દોડતી રહશે.જેમાં ૨૫૦ ઉપરાંત કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત પાવાગઢ બસ સ્ટેન્ડ અને માંચી ખાતે ધક્કા મુક્કી ન થાય તે માટે મંડપ બધી બેરીકેટીંગ કરવામાં આવ્યું છે.જયારે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તો ને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટે ની સગવડ ઉભી કરવામાં આવી છે તે ઉપરાંત માઇ ભક્તો ની સુરક્ષા અને સલામતી ના ભાગ રૂપે પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ સિસિટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું અને આસો નવરાત્રી થી શરદ પૂનમ સુધી માતાજીના મંદિર નો નિજ દ્વાર ભક્તો ને દર્શન કરવા વહેલી સવારે ૪.૦૦કલાકે ખુલ્લો મુકવામાં આવશે જે મોડી સાંજે ૮.૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહશે.જયારે માંચી ખાતે ફાયર ફાયટર ટીમ તેમજ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. ઉપરાંત ટ્રાફિક નિયમન જળવાય તે માટે ખાનગી વાહન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ઉપરાંત યાત્રિકોને દુકાનદારો દ્વારા દરેક ચીજ વસ્તુ ની વધુ કિંમત ન વસુલે તે માટે તકેદારી રાખવા જાણવામાં આવ્યું છે.જ્યારે હાલોલ ડોક્ટર એશોસિયેશન દ્વારા યાત્રિકો માટે મફત સુવિધા આપવામાં આવનાર છે.