GUJARATKUTCHMANDAVI

મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી દ્વારા “માતૃશક્તિ વંદના” કાર્યક્રમ ત્રણ ટુકર વિવિધલક્ષી વિદ્યાલય માંડવી ખાતે યોજાયો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત શિક્ષક, શિક્ષાર્થી અને રાષ્ટ્ર હિતમા કાર્ય કરતું સંગઠન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

સંગઠન દ્વારા ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશ્વની દરેક માતૃશક્તિના સન્માનમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ગુજરાતના દરેક તાલુકામાં કરવામાં આવ્યું છે. દીપ પ્રાગટય થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. શાબ્દિક સ્વાગત શ્રી હિરેન ભાઈ વાસાણી દ્વારા કરવામાં આવ્યું.જેમાં મુખ્ય વક્તા તરીકે કન્યા શાળા ના આચાર્યા બેન શ્રીમતિ તૃપ્તિ બેન આર.પંડ્યાએ જેમને વિવિધ વૈદિક કાળ ,મધ્ય કાળ તેમજ વર્તમાન સમય અંગે ની માહિતી આપી.  ભારતીય નારી શક્તિસ્વરૂપમાં છે. અગ્નિશિખા છે. સાથે સાથે પરિવારનો આધારસ્તંભ છે. ભારતમાં વૈદિક કાળથી ભારતીય નારીએ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભારતની આ પુણ્ય ધરા ઉપર ગાર્ગી, લોપા, આપલાજેવી વિદૂષીઓ તથા રાણી દુર્ગાવતી, રાણી રુદાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક વિરાંગનાઓએ દેશ અને સંસ્કૃતિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. માતા સીતા, માતા અનસૂયા, સતી સાવિત્રી, મીરાબાઈ, માતા અહલ્યાબાઈ જેવી અનેક સતી અને દેવી સ્વરૂપા ભારતીય નારીને સદૈવ પ્રેરણા આપે છે.લોકમાતા, રાજમાતા, પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતિની ઉજવણી ભારત ભરમાં કરવામાં આવી છે. લોકમાતા અહિલ્યાબાઈએ વિષમ પરિસ્થિતિમાં પણ પતિ, પુત્ર અને પિતા સમાન શ્વસુરને ગુમાવ્યા બાદ શાસનની ધુરા સંભાળીને સુંદર સુશાસન વ્યવસ્થા થકી રાજ્યમાં વેપાર, કલા, શિક્ષણ, વહીવટી કુશળતા, સુંદર નગર રચના તેમજ આજથી ત્રણસો વર્ષ પહેલાં સ્ત્રી શિક્ષણની શરૂઆત, વિધવાઓને સન્માન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો. ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે ભારતના દરેક ખૂણે ખૂણે અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરી અનેક કુવા, ઘાટ અને વાવ બનાવ્યાં. આવા વિરાટ વ્યક્તિત્વને દુર્ભાગ્ય વશ આઝાદી પછી જન જનના હૃદયમાં સ્થાન નથી મળ્યું. આથી જ વિશ્વ મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યા બાઈ હોલકરના જીવનને કેન્દ્રસ્થાને રાખી અને ભારતીય નારીને પ્રેરણા આપવા માટેના” માતૃશક્તિ વંદના” કાર્યક્રમનું ગુજરાતના *કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં* આયોજન થયું. મુખ્ય મહેમાન શ્રી ત્રણ ટુકર કુમાર વિધાલય ના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોકુલગાંધી ,માધ્યમિક સંવર્ગ માંથી શ્રી કૈલાશ ભારથી સાહેબ માધ્યમિક સંવર્ગ તેમજ શ્રી નિલેશ ભાઈ અબોટી પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ હાજર રહ્યા હતા. શાળા ના શિક્ષિકા દેવ્યાંગી બેન એ માતૃ શક્તિ અંગેની કવિતા ની રજૂઆત કરી,શાળાના વિધાર્થીની એ પોતાના વિચારો રજૂ કર્યા.શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષિકા બહેનો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહિલા ઉપાઘ્યક્ષ સંગીતાબેન રાજગોર કર્યું.આભાર વિધિ દક્ષા બેન રાણીપા એ કરી.સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા શાળા ના શિક્ષક બહેનો તથા વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવી હતી.એવું પ્રચાર પ્રમુખ શ્રી દેવલ ભાઈ પટેલ ની યાદી માં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!