GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ ખાતે વિશ્વ મહિલા દિવસે યોગ બોર્ડ અને પાલિકા દ્વારા સાડી મેરેથોનમાં ૨૫૦૦ મહિલાઓએ ભાગ લીધો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ, વલસાડ નગરપાલિકા અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા સાડી મેરેથોનનું આયોજન તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે કરાયું હતું. જેમાં ૨૫૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. ૧૦ ઉત્કૃષ્ટ નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે પ્રસિદ્ધ સ્ત્રી રોગના નિષ્ણાંત દ્વારા PCOD અને બ્રેસ્ટ કેન્સરનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત વલસાડની જાગૃત્તતા ફેલાવા માટે જાણકારી આપવામાં આવી હતી.
દરેક ભાગ લેનાર ૨૫૦૦ થી વધુ બહેનોને લકી ડ્રો  માધ્યમથી ઇનામ આપવામાં આવ્યું અને યોગ ક્ષેત્રે રાજ્ય કક્ષા સુધી પહોંચેલી ૪ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ભારતીબેન ટંડેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા રમત ગમત યુવા વિકાસ અધિકારી હીમાલીબેન જોશી, ર્ડા. શૈલજા મહસ્કર, ડો. ધ્વની રોલેકર, આધ્યાત્મિક ગુરુ શિવજી મહારાજ, તીથલ ગામના સરપંચ રાકેશ પટેલ અને વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવના માર્ગદર્શનમાં સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ પાલિકાના ચીફ ઓફિસર કોમલબેન ધીનૈયા અને વિવિધ સંસ્થા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને અન્ય સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. ભાગ લેનાર દરેક મહિલાને વલસાડ નગરપાલિકા તરફથી રીટર્ન ગીફ્ટમાં પાણીની બોટલ, કપડાની થેલી, ગીફ્ટ કુપન સાથે સાથે વન વિભાગ દ્વારા દરેક બહેનોને તુલસીનો  છોડ ભેટ રૂપે આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!