GUJARATSAYLA

સાયલા ચોટીલા હાઈવે પર ગંભીર અકસ્માતમાં એકનું મોત.

છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે પર અકસ્માત નાં બનાવો વધી રહ્યા છે જેમાં સાયલા અને ચોટીલા નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસર ચાલકનું મોત નીપજ્યું હતું. સાયલા, ચોટીલા હાઇવે ની બાજુમાં ડોળીયા ગામ પાસે આઇસર, કાર અને ટ્રેલર ત્રિપલ અકસ્માત સર્જાતાં આજુબાજુના રહીશો દોડી ગયા હતા. જેમાં આઇસરના આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકાયો હતો. જેમાં સૂત્રો પાસેથી માહિતી મુજબ આઇસર ચાલકનું નામ રમેશભાઈ લાલજીભાઈ પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામનું જાણવા મળ્યું હતું. જેમાં આઇસર નંબર G.J.27,X5851 અને કાર નંબર G.J 1.DD J6124 અને ટેલર નંબર R.J 08.GA7473 છે. ત્યારબાદ આ ત્રિપલ અકસ્માતમા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!