ઝઘડિયા તાલુકાના ઉચ્છબ ગામ ખાતે “વન કવચ”નું લોકાર્પણ સાંસદના હસ્તે કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા ઉચ્છબ ગામ નજીક ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ના હસ્તે “વન કવચ”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ “વન કવચ”માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે,અહીંયા ગામના લોકોને બેસવા માટે ગજેબો વોચ ટાવર તથા બાખડા મૂકવામાં આવ્યા છે અને બાળકોના રમવા માટે સાધનો તથા સેલ્ફી પોઇન્ટ પણ મૂકવામાં આવેલ છે, આ વન કવચ ગામના લોકો માટે પર્યાવરણની દ્રષ્ટિએ તથા આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેમ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું, વન કવચના લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તથા અન્ય મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા સહિત વન વિભાગ ભરૂચના સામાજિક વનીકરણ વિભાગ તથા પેટા વન વિભાગ ભરૂચના મદદની સંરક્ષક વી.એમ. ચૌધરી અને એચ.આર. જાદવ, સામાજિક વનીકરણ રેન્જ ઝઘડિયાના આરએફઓ આર.એસ. રહેવર, હેમંત કુલકર્ણી સહિત વન વિભાગનો તમામ સ્ટાફ અને ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાનખત્રી
રાજપારડી