BHUJGUJARATKUTCH

ઉમેદવારી પત્રક ભરતી વખતે કચેરીમાં પાંચ વ્યક્તિઓ જ હાજર રહી શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-12 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે કચ્છ જિલ્લાના સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરની ત્રિજયાના આસપાસના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો આવવા દેવાની અને ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ ૫ (પાંચ) વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે. અપક્ષ ઉમેદવાર અને બિન માન્યતા પ્રાપ્ત પક્ષના ઉમેદવારોના કેસમાં પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર ઉપરાંત બીજી ચાર વ્યક્તિઓ એમ કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે, પરંતુ કોઈ કારણસર દરખાસ્ત મુકનાર બીજા મતદારોને પણ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમા દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશે એમ વારાફરતી મતદારો ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં દાખલ થઈ શકશે.એમ ફરમાવેલ છે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉકત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!