GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકામાં લોકશાહીનું ચીરહરણ: સામાન્ય સભામાં પત્રકારોને ‘નો-એન્ટ્રી’, મહિલા કોર્પોરેટરોના પતિદેવોને વીઆઇપી ટ્રીટમેન્ટ.!

 

MORBI:મોરબી મહાનગરપાલિકામાં લોકશાહીનું ચીરહરણ: સામાન્ય સભામાં પત્રકારોને ‘નો-એન્ટ્રી’, મહિલા કોર્પોરેટરોના પતિદેવોને વીઆઇપી ટ્રીટમેન્ટ

 

શહેરમાં કૌભાંડો અને સમસ્યાઓની ભરમાર વચ્ચે સત્તાધીશોએ તાનાશાહી રસ્તો અપનાવ્યો; કોંગ્રેસે આજનો દિવસ ‘બ્લેક ફ્રાઇડે’ ગણાવ્યો

મોરબી શહેરમાં એકતરફ સમસ્યાઓનો અંબાર લાગ્યો છે અને બીજી તરફ તંત્ર સામે અનેક કૌભાંડોના આક્ષેપો થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે યોજાયેલી મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લોકશાહી અને પારદર્શિતાના ધજાગરા ઉડતો કિસ્સો સામે આવ્યો છે. પ્રજાના પ્રશ્નો અને ટેક્સના નાણાંના હિસાબો બહાર ન આવી જાય તેવા ડરથી મેયર અને સત્તાધીશોએ ચોથી જાગીર સમાન મીડિયાકર્મીઓને સામાન્ય સભામાં પ્રવેશવા પર ‘નો-એન્ટ્રી’નું ફરમાન જારી કરી બંધ બારણે સભા યોજી હતી.

નિયમોની સરેઆમ મજાક: પત્રકારો બહાર, પતિકોર્પોરેટરો અંદર!એક તરફ પ્રજાનો અવાજ બનેલા પત્રકારોને કૌભાંડો બહાર આવવાના ડરથી બહાર તગેડી મૂકવામાં આવ્યા, તો બીજી તરફ કાયદા અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને મહિલા કોર્પોરેટરોના પતિઓને સભામાં ખાસ આમંત્રણ આપીને બેસાડવામાં આવ્યા હતા. હાજર ન હોય તેવા પતિદેવોને પણ ખાસ બહારથી બોલાવીને પ્રોટોકોલ આપવામાં આવ્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓને સભામાં બેસાડીને સત્તાધીશોએ પાલિકાના નિયમોની સરેઆમ મજાક ઉડાવી છે.

કોંગ્રેસના આકરા પ્રહારો: “આજે મોરબી પાલિકાનો ‘બ્લેક ફ્રાઇડે'”આ તાનાશાહી નિર્ણય સામે આકરા પ્રહારો કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે:”લોકશાહીના ચોથા સ્તંભને બહાર રાખીને સત્તાધીશોએ મોરબી મહાપાલિકાના ઇતિહાસમાં આજના દિવસને ‘બ્લેક ફ્રાઇડે’ બનાવી દીધો છે. એવી તો કઈ ખાનગી ચર્ચા કરવાની હતી જે પત્રકારોની હાજરીમાં ન થઈ શકે?”તેમણે ભાજપ શાસિત પાલિકાના ભૂતકાળના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉછાળતા યાદ અપાવ્યું હતું કે:પાલિકાની 1700થી વધુ સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ.આવાસ યોજના અને નંદીઘરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો.એલ્યુમિનિયમ બોક્સની ટ્યુબલાઈટો અને વીસીપરામાંથી લોખંડનો ભંગાર ચોરાયો.પારદર્શિતા સામે ગંભીર સવાલો :કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યો છે કે, ભાજપ સંગઠનના લોકો અને કોર્પોરેટરના સગા-સંબંધીઓને અંદર જવા દેવાય અને પત્રકારોને રોકવામાં આવે તે અત્યંત શંકાસ્પદ છે. મહાપાલિકા માત્ર ભાજપનું હિત થાય તે રીતે કામ કરી રહી હોય તેવું લાગે છે. આ સમગ્ર મામલે મેયર અને કમિશનર સત્તાવાર જવાબ આપે તેવી માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!