અમદાવાદ જિલ્લામાં હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
તા. 25 નવેમ્બરથી 16 દિવસ સુધી હિંસા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી કરવામાં આવશે
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાલક્ષી કાયદાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે
અમદાવાદ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. 25 નવેમ્બર, 2024(મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી દિવસ)થી તા.10 ડિસેમ્બર, 2024(માનવ અધિકાર દિવસ) એમ કુલ 16 દિવસ સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી કરવામાં આવશે.
ઘરેલું હિંસા કાયદો-2005 અંતર્ગત સેમિનાર, મહિલા હેલ્પલાઈન 112,181, ચાઈલ્ડ લાઈન 1098 અંતર્ગત પ્રચાર પ્રસાર કાર્યક્રમ, બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ, 2006નો
જાગૃતિ કાર્યક્રમ, સાયબર સેફટી અંગે જાગૃતતા સેમિનાર, પોકસો એક્ટ- 2012 અંતર્ગત કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી અધિનિયમ- 2013 કાર્યક્રમ, બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત ગુડ ટચ, બેડ ટચની સમજ આપતો કાર્યક્રમ, જાતિગત સંવેદનશીલતા અંગે જાગૃતતા કાર્યક્રમ, ભારતીય ન્યાય સંહિતા-2023 અધિકાર અંગે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ ઉજવણીમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીમાં અમદાવાદ મહિલા અને બાળ અધિકારીની કચેરી , અમદાવાદ પોલીસ વિભાગ, ડિસ્ટ્રિક્ટ લિગલ ઓથોરીટી, અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદ સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, અમદાવાદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરનો સ્ટાફ, 181 મહિલા અભયમ હેલ્પલાઈનનો સ્ટાફ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના સ્ટાફ, શાળા/ કોલેજના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, મહિલા કલ્યાણ કેન્દ્રો, બિન સરકારી સંસ્થાઓ સહભાગી થશે.