DAHOD CITY / TALUKOGARBADAGUJARAT

ગાંગરડી સરકારી દવાખાના ખાતે આંખના નિદાન મોતિયાના મફત ઓપરેશન કેમ્પ નુ આયોજન

તા.૦૨.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગાંગરડી સરકારી દવાખાના ખાતે આંખના નિદાન મોતિયાના મફત ઓપરેશન કેમ્પ નુ આયોજન

દાહોદ ખાતે દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા ગાંગરડીના સમાજસેવીશ્રી ગજેન્દ્રભાઈ પંચાલના સાથ સહકારથી સરકારી દવાખાના ગાંગરડી ખાતે મોતિયાના મફત તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નેત્રયજ્ઞ દાહોદ જિલ્લા અને ગરબાડા તાલુકાના ગાંગરડી અને આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતવાળા લોકો લાભ લે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ નિદાન કેમ્પમાં મોતિયા, ઝામર, ત્રાંસી આંખ, પડદા પરવાળા, બાળ મોતીયા જેવી તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની મફત તપાસ કરવામાં આવશે.સાથોસાથ જરૂર જણાતાં દર્દીઓને ઓપરેશન લાયક દર્દીઓને દ્રષ્ટિ નેત્રાલય ખાતે જમવા-રહેવા ઉપરાંત નેત્રમણી સાથે અધતન સગવડોથી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન વાળા દર્દીઓને દ્રષ્ટિ નેત્રાલયના વાહન દ્વારા દ્રષ્ટિ નેત્રાલય ચાકલિયા રોડ દાહોદ ખાતે લઈ જવામાં આવશે.આ અન્વયે દ્રષ્ટિ નેત્રાલય દાહોદના પ્રબંધક ડાયરેકટર ડોક્ટર શ્રેયાબેન શાહ, ડોક્ટર્સ સહિત ગાંગરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Back to top button
error: Content is protected !!