BHACHAUGUJARATKUTCH

ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ભચાઉ તાલુકા ના વોંધ ગામે એક્સરે કેમ્પનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૭ મે : આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત ભચાઉ તાલુકાના વોંધ ગામે મોબાઇલ ટીબી એક્ષ-રે વાન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન આજ રોજ સાત મે ના કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કેમ્પ નો પ્રારંભ વોંધ ગામ ના સરપંચ રામજીભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંઘ ના હસ્તે કરવામાં આવેલ. કેમ્પ દરમિયાન હાઈ રિસ્ક ગામ ટીબી સર્વે અંતર્ગત કુલ 112 લાભાર્થીઓનું એક્ષ-રે કરવામાં આવ્યા.એક્સરે ટેક્નિશિયન અનિલભાઇ ચાવડા દ્રારા આ કામગીરી કરાઈ.તે ઉપરાંત, આરોગ્ય શિબિર દરમિયાન લાભાર્થીઓની એચ.બી, ડાયાબિટીસ (બ્લડ શુગર), બ્લડ પ્રેશર તપાસ પણ કરવામાં આવી હતી, જેથી સર્વાંગી આરોગ્ય નિદાન અને સમયસર સારવાર સુનિશ્ચિત થઈ શકે.આ કેમ્પના સફળ આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પડવી ના માર્ગદર્શન હેઠળ તાલુકા ટીબી સ્ટાફ, એસ.ટી.એસ, સુપરવાઇઝર, સી.એચ. ઓ , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર , આશા બહેનો એ સક્રિય ભાગ લઈ નોંધપાત્ર કામગીરી બજાવી હતી.આવા આરોગ્ય કેમ્પો દ્વારા ટીબીની વહેલી તકે ઓળખ સાથે અન્ય રોગોની સમયસર તપાસ અને સારવાર સુલભ બનશે, જે આરોગ્યમય સમાજ નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Back to top button
error: Content is protected !!