AHAVADANGGUJARAT

ડાંગમાં 60 ગ્રામ પંચાયત પૈકી 16 ગ્રામ પંચાયતો સમરસ થવાનાં એંધાણ તથા 02 ગ્રામ પંચાયતનાં સરપંચ બિનહરીફના એંધાણ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયત પૈકી ભાજપા પ્રેરિત 16 ગ્રામ પંચાયત સમરસ થવાનાં એંધાણ,જ્યારે 02 ગ્રામ પંચાયતનાં સરપંચ બિનહરીફ તથા કૉંગ્રેસ પ્રેરિત 02 ગ્રામ પંચાયત સમરસ થવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે.ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજરોજ  અંતિમ તારીખ હતી.ત્યારે ડાંગ જિલ્લામાં એક ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે.ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિતની કુશળ સંગઠનાત્મક કામગીરી અને મજબૂત નેતૃત્વના પરિણામે ડાંગના ઇતિહાસમાં પ્રથમ વખત 16 જેટલી ગ્રામ પંચાયતો સમરસ તથા 02 ગ્રામ પંચાયતનાં  સરપંચ બિનહરીફ થવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં પ્રથમ વખત  મોટી સંખ્યામાં ભાજપ સમર્પિત ગ્રામ પંચાયત સમરસ થવાની વકી સર્જાતા ભાજપા પાર્ટી ગેલમાં આવી ગઈ છે.આ ઘટના ડાંગ જિલ્લામાં ભાજપના વધતા પ્રભાવ અને સંગઠનાત્મક તાકાતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે.તા.09/06/2025 એ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની અંતિમ તારીખ હોવાથી, કુલ 60 ગ્રુપ ગ્રામ પંચાયતો પૈકી 16 ગ્રામ પંચાયતોમાં ભાજપા પાર્ટી સમર્પિત એક જ પેનલ દ્વારા ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા,જ્યારે 02 ગ્રામ પંચાયતમાં પણ ભાજપા પ્રેરિત સરપંચ બિનહરીફ જાહેર થાય તેવુ જોવા મળ્યુ છે. આ ઉપરાંત,કૉંગ્રેસ સમર્પિત  02  ગ્રુપ ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય તેવુ જોવા મળી રહ્યુ છે.જેમાં બારખાંદિયા અને ખાતળ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.જ્યારે ભાજપા પ્રેરિત સુબિર તાલુકા પંચાયતની ગાવદહાડ,ગીરમાળ,ઝરી અને વઘઈ તાલુકા પંચાયતની કાકરદા, નાનાપાડા તથા આહવા તાલુકા પંચાયતની હનવતચોંડ,પીંપરી,બોરખલ,પિપલપાડા,બારીપાડા,ચીખલી,ભાપખલ,સોનુનિયા,ગોટીયામાળ,મહાલપાડા,મોરઝીરા એમ મળી કુલ 16 ગ્રામ પંચાયત સમરસ થવાનાં એંધાણ સર્જાયા છે અને આહવા તાલુકામાં ચિંચલી ગ્રામ પંચાયતનાં (સરપંચનાં ઉમેદવાર બિનહરીફ) અને ગાડવીહીર ગ્રામ પંચાયતનાં(સરપંચનાં ઉમેદવાર બિનહરીફ)થવાની શકયતા જોવા મળી રહી છે.આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં જો ભાજપા સમર્પિત 16 ગ્રામ પંચાયત સમરસ થશે તો ભાજપના આ ભવ્ય વિજયનો શ્રેય નિઃશંકપણે ડાંગ જિલ્લા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત,નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત,મહામંત્રી હરિરામભાઈ સાંવત સહીત ડાંગ ભાજપા પાર્ટી પ્રભારી રાજેશભાઈ દેસાઈને જશે જેમાં બેમત નથી.તેમની સંગઠનાત્મક સૂઝબૂઝ અને નેતૃત્વ ક્ષમતાના કારણે ભાજપ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યકરો સાથે સંકલન સાધી, સર્વસંમતિથી ઉમેદવારો પસંદ કરવામાં અને તેમને સમરસતા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આ પરિણામો દર્શાવે છે કે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે ભાજપના સંગઠનને ડાંગ જિલ્લામાં ખૂબ જ મજબૂત બનાવ્યું છે.ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 08 જૂન, 2025 હતી. હવે, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 10 જૂન, 2025 છે અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન, 2025 છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગ્રામ પંચાયત ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.જોકે 16 ગ્રામ પંચાયતો સમરસ થવાથી અને ૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ થવાથી ઘણી બેઠકો પર ચૂંટણી યોજાશે નહીં, જે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો બંને માટે રાહતરૂપ ગણી શકાય.આ પરિણામો ડાંગ જિલ્લાના રાજકારણમાં એક નવા અધ્યાયનો પ્રારંભ સૂચવે છે,જ્યાં ભાજપ મજબૂત પકડ જમાવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.જ્યારે કૉંગ્રેસ હજુ પણ ફાંફા મારી રહી છે.આગામી દિવસોમાં બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે અને ત્યારબાદ સમગ્ર જિલ્લાનું રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ થશે..

Back to top button
error: Content is protected !!