ઘો 12 નુ ઉત્કૃષ્ટ પરિણામ કાલોલ ની એમજીએસ હાઈસ્કુલ ૯૮% અને સીબી ગર્લ્સ હાઈસ્કૂલ નુ ૯૨.૪૭% પરિણામ.
તારીખ ૦૬/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમજીએસ હાઈસ્કુલ નુ ઘો 12 સામાન્ય પ્રવાહ નું ૯૮% પરિણામ આવેલ છે પરમાર પ્રિયા ૯૭.૨૮% સાથે પ્રથમ અને પરમાર મિતેશ ૯૬.૮૩% સાથે બીજા નંબર પર આવ્યા છે ૫૦ થી વધુ વિધાર્થીઓએ ૭૦ ટકા થી વધુ ગુણ મેળવ્યા છે.જ્યારે વિજ્ઞાન પ્રવાહ મા શાળાનું પરિણામ ૯૫% આવેલ છે વિજ્ઞાન પ્રવાહ મા મહેતા ભાર્ગવ ૯૨.૧૬ % ગૃપ એ તથા ગ્રુપ બી મા જીમીલ મારવાડી ૯૨.૦૪%, ક્રિષ્ના સોલંકી ૯૧.૨૮%, માહી પરમાર ૯૦.૩૦% ૧૨ વિધાર્થીઓ એ ૮૦ ટકા થી વધુ ગુણ મેળવ્યા છે.સી બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સામાન્ય પ્રવાહ ઘો 12 નુ પરિણામ ૯૨.૪૭% પરિણામ આવેલ છે જેમાં શાળામાં પ્રથમ નંબરે ૯૮.૯૧ બીજા નંબર પર દેસાઈ સલોની ૯૫.૦૫ ત્રીજા નંબર ઉપર પંડ્યા પ્રાચી ૯૧.૩૬ ચોથા નંબર પર ખાનજાદા શાહીના ૮૯.૦૯ પાંચમાં નંબર પર સોલંકી હેમાંગિની ૮૭.૭૮ સાથે પરિણામ મેળવતા બન્ને શાળાના વિધાર્થીઓ અને આચાર્ય તથા સ્ટાફ અને કેળવણી મંડળે શુભેચ્છાઓ પાઠવી છે.