GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં કટારીયા ચોકડી પર ઓવર બ્રિજ તથા અન્ડર બ્રિજની કામગીરી સંદર્ભે પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર

તા.૨૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર ખાતે આવેલા કાલાવડ રોડ, ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨, કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ તથા અન્ડરપાસ (બ્રિજ)નું તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ આ રોડની બંને બાજુએ સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનારી હોવાથી કટારીયા ચોકડી ખાતે ટ્રાફિક બંધ કરીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવો જરૂરી છે. જેથી, કટારીયા ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ તથા અન્ડરપાસ (બ્રિજ) બનાવવાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા નીચે મુજબના આદેશો જારી કરાયા છે.

 

પ્રતિબંધિત રૂટ:

– કાલાવડ રોડ પર જલારામ ફાસ્ટ ફુડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા સુધીના રોડ પર બંને બાજુ તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે.

– ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ એકવાકોરલ બિલ્ડીંગથી લક્ષ્મીના ઢોરાવાળા સ્લેબ કલવર્ટ સુધીના રોડ પર બંને બાજુ તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે.

 

વૈકલ્પિક રૂટ:

– રાજકોટ શહેરથી કાલાવડ તરફ જવા માટે : કાલાવડ રોડ કોરાટવાડી મેઇન રોડથી ધ વાઇબવાળા રસ્તાથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનીયસ સ્કુલવાળા રસ્તેથી કાલાવડ તરફ જઇ શકાશે.

– કાલાવડથી રાજકોટ શહેર તરફ જવા માટે : કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમાથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી એલેકઝીર રોડથી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડથી રાજકોટ શહેર તરફ જઈ શકાશે.

– ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ ગોંડલ ચોકડીથી જામનગર રોડ (ઘંટેશ્વર ગામ) તરફ જવા માટે : એકવાકોરલ બિલ્ડીંગથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનીયસ સ્કુલથી કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમાથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી ઘંટેશ્વર ગામ તરફ જઇ શકાશે.

– ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ જામનગર રોડ (ઘંટેશ્વર ગામ)થી ગોંડલ રોડ તરફ જવા માટે : ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રોડથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ વાઇબ રોડથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી ગોંડલ રોડ તરફ જઈ શકાશે.

– ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ જામનગર રોડ રોડથી કાલાવડ રોડથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨ ગોંડલ રોડ તરફ બંને તરફ ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહનો માટે આવવા તથા જવા માટે : ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તે થઈ કાલાવડ રોડ કણકોટ પાટીયાથી વીર-વિરૂ તળાવવાળા રસ્તેથી ૧૫૦ ફીટ રીંગ રોડ – ૨થી અવરજવર કરી શકાશે.

આ આદેશો ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!