હાલોલ-નગરના કણજરી રોડ પર પાકિસ્તાની ધ્વજ દોરી પાકિસ્તાન મુર્દાબાદ ના લખાણ લખી આતંકવાદી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૪.૨૦૨૫
હાલોલ નગર ના ભરચક અને ભારે અવરજવર વાળા કંજરી રોડ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા પાકિસ્તાન નો ધ્વજ દોરી તેના પર પાકિસ્તાન મુર્દાબાદ લખી જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આંતકવાદી હુમલાના બનાવ ને વખોડી વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો.જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આંતકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકો ભોગ બન્યા હતા અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે જે ઘટના ના સમગ્ર દેશભરમાં થયેલ આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડતા છે.થયેલા આતંકી હુમલા ને વખોડી ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.જેને લઈ હાલોલ નગરના ભરચક અને ભારે અવરજવર વાળો ગણાતો વિસ્તાર એવા કંજરી રોડ ઉપર જ્યાંથી લોકો પસાર થાય છે. તેવા રોડ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પાકિસ્તાન નો રાષ્ટ્ર ધ્વજ દોરી તેના પર પાકિસ્તાન મુર્દાબાદ લખી જમ્મુ કાશ્મીરના પહેલગામમા થયેલા આંતકવાદી હુમલાના બનાવ ને વખોડી વિરોધ કર્યો હતો.રસ્તા ઉપર પાકિસ્તાન ના રાષ્ટ્ર દોરી તેની પર પાકિસ્તાન મુર્દાબાદ લખ્યા હોવાની વાત ફેલાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.જોકે પાકિસ્તાન ના ઝંડા કોને દોર્યા અને કોણે નારા લખ્યા તે કોઈપણ જાણી શકાયું નથી પરંતુ એટલું કહી શકાય કે આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોતને લઈને ભારે આક્રોશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે જોવા મળી રહ્યો છે.