GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા વિતરણ કરવામાં આવી,સિવિલ કોર્ટ,પોલીસ,મામલતદાર કચેરી,નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહભાગી બન્યાં હતાં.

કેશોદમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત પત્રિકા વિતરણ કરવામાં આવી,સિવિલ કોર્ટ,પોલીસ,મામલતદાર કચેરી,નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહભાગી બન્યાં હતાં.

તારીખ ૨જી ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે.”સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત કેશોદ સિવિલ કોર્ટ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શહેરીજનો વેપારીઓ ને જાગૃત રહેવા માટે પત્રિકા વિતરણ કરી આહ્વાન કરવામાં આવ્યુ હતુ. શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બને, રોગચાળા મુકત બને તે બાબતે સહિયારી જવાબદારી સાથે સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં આવેલાં જાહેર સ્થળો બસ સ્ટેન્ડ, એસટી પીકઅપ સ્ટેન્ડ,  ખાણીપીણી ની દુકાનો સહિત મુખ્ય માર્ગો પર શહેરીજનો ને પત્રિકાઓ વિતરણ કરી સ્વચ્છતા જાળવવા સ્વયં શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવી હતી. કેશોદ સિવિલ કોર્ટ ના ડોડીયાભાઈ, મામલતદાર કચેરીના ઉમેશભાઈ વાળા,પોલીસ સ્ટેશન ના એએસઆઈ શબ્બીરભાઈ યુ દલ સહિત કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કેશોદ શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કરી શહેરીજનો ને કચરાનો નિકાલ, રી સાયકલિંગ પ્લાસ્ટિક ની વસ્તુઓ નો ઉપયોગ ટાળવા અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાતી અટકાવવા માટે દરેક શહેરીજને પોતાની આસપાસ ના વિસ્તારને સ્વચ્છ રાખવાની નૈતિક જવાબદારી લેવા પ્રેરિત કર્યા હતાં.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!