ચાર પરગણા વણકર સમાજ(મહાજન) કાલોલ ના તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વણકર સમાજ(મહાજન) ના કાર્યક્રમના ઉદઘાટક પ્રો.ડૉ.જગદીશભાઈ સોલંકી એમ એસ યુનિ. ડીન અને જે.એન.પરમાર નાયબ નિયામક.કે.પી.વાઘેલા, લેબર ઓફિસર મિતેષ મેવલીયા, જયેશ બાકરોલા ના ઉપસ્થિતી માં બુદ્ધ વંદના કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો જેમાં વી ડી પરમાર અને પ્રદીપ પ્રિયદર્શી ખાસ હાજર રહ્યાં હતા જેમા ૧૦૯ ગામ ના વડોદરા અને પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ ગામોમાં થી ૧૪૦ જેટલા ધો ૧૦ ધો ૧૨ અને કૉલેજ માં ઉચ્ચ અભ્યાસ પુર્ણ કરેલ વિવિધ વિષય ના પારંગત વિદ્યાર્થીઓ અને ડોકટરી લાઈન, કાયદો વિગેરે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ને ટ્રોફી,પુસ્તક,પ્રમાણપત્ર અને ફાઈલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વધુ માં આ બન્ને મહાનુભાવોએ શિક્ષણ વિભાગ ને લાગતી તમામ પ્રકારની માહીતી પુરવાર કરી વિદ્યાર્થીઓ ને મદદરૂપ થવા ની વાત કરી હતી આ તબ્બકે કિરીટભાઈ પરમાર પી.આઈ, ઘનશ્યામભાઈ એલ સી. બી વિભાગ,મહિલા આગેવાન કાજલ પરમાર, મેઘા ડાભી, મહેન્દ્રભાઈ વકીલ,મનહરભાઈ વકીલ, અશ્વિનભાઈ,જગદીશ ખાખરા વાળા સહિત ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને શોભાવ્યો હતો આ તબ્બકે કાર્યક્રમનું સફળ સંચાલન કવિ વિજય વણકર પ્રીત અને પ્રો. કમલેશભાઈ, ધીરજ વાધેલા એ કરી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો આ તબ્બકે સમાજ ના સાતસો થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને અંતે સૌ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા જેમાં ભવિષ્યના આયોજન માં વિદ્યાર્થીઓ ને પ્રેરણા મળે એ હેતુથી કાર્યક્ર્મ સાર્થક નીવડ્યો હતો.