HALOLPANCHMAHAL

હાલોલના પનોરમા ચોકડી પાસે ફૂટવેરની દુકાનમાથી અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા ગેસ બોટલનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારીએ ઝડપી કાર્યવાહી કરી 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૬.૨૦૨૪

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી તેમાંજ હાલોલ મામલતદારની ટીમે સયુંકત રીતે બાતમીના આધારે ગત રોજ હાલોલ પનોરમા ચોકડી પાસેની મીરાં ફૂટવેર નામની ખાનગી દુકાનમાં અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા તેમજ અનધિકૃત રીતે ગેસ સિલિન્ડર સંગ્રહ કરતાં ૧૪ ગેસ સિલિન્ડર ભરેલા અને ૨૨ ખાલી ગેસ સિલિન્ડર આમ કુલ મળી ૩૬ ગેસ સીલીન્ડરો તેમજ ૪૯ – રેગ્યુલેટર તથા ૧૬ વાલ્વ તથા વાહન મળી રૂ.૧,૬૭,૯૦૦/- ની કિમતનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા ને ગત રોજ ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે હાલોલ ગોધરા રોડ પર પનોરમા ચોકડી પાસેની મીરાં ફૂટવેર નામની ખાનગી દુકાનમાં અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા તેમજ અનધિકૃત રીતે ગેસ સિલિન્ડર સંગ્રહ કરતાં હોવાની બાતમીના આધારે જીલ્લા પુરવઠા અધિકારી ની તેમજ હાલોલ મામલતદારની ટીમે સયુંકત રીતે બાતમી વાળી જગ્યા એ છાપો મારતા દુકાનદાર તોફીક સલીમ મન્સૂરી એ ખાનગી દુકાનમાં અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા તેમજ અનધિકૃત રીતે ગેસ સિલિન્ડર સંગ્રહ કરતાં ફૂટવેર ની દુકાનમા તેમજ ગાડીમાંથી ૧૪ ગેસ સિલિન્ડર ભરેલા અને ૨૨ ખાલી ગેસ સિલિન્ડર આમ કુલ મળી ૩૬ ગેસ સીલીન્ડરો તેમજ ૪૯ – રેગ્યુલેટર તથા ૧૬ વાલ્વ મળી આવતા રૂ.૧,૬૭,૯૦૦/- ની કિમતનો જથ્થો સીઝ કરી દુકાનદાર સામે એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રબીશન ઓર્ડર 2002 ની કંડિકા ૬ અને ૭ નો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા તેમજ અનધિકૃત રીતે ગેસ સિલિન્ડર સંગ્રહ કરતાં ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી તેમજ હાલોલ મામલતદાર ની ટીમે સપાટો બોલાવી હાલોલ ના પનોરમા ચોકડી પાસે એક ફૂટવેર ની દુકાનમાંથી ગેસ બોટલ નો ઝાંથ્થો ઝડપી પડતા તેવી કામગીરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!