TANKARA ટંકારા નજીક પ્રેમી યુગલે કુંવામાં ઝંપલાવ્યું

TANKARA ટંકારા નજીક પ્રેમી યુગલે કુંવામાં ઝંપલાવ્યું
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા અને લજાઈ નજીક કારખાનું ધરાવતા યુવાનને કારખાનામાં જ કામ કરતી યુવતીની સાથે પ્રેમ સબંધ હતો જો કે, તેઓ એક થઈ શકશે નહીં તેવા ડરના લીધે બંનેએ એક સાથે હડમતીયા રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં કૂવામાં ઝંપલાવ્યું હતું ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જો કે, યુવતી પાણીમાંથી બહાર નીકળી ગયેલ હતી જેથી તેનો જીવ બચી ગયેલ છે અને આ બનાવની મૃતકના કારખાનાના ભાગીદાર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીકૃષ્ણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 માં રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા (34) નામનો યુવાન તા 28/4 ના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ સાર્થક પોલીક્લાસ કારખાનાની બાજુમાં આવેલ કૂવાના પાણીમાં ડૂબી ગયેલ હતો જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની મૃતક યુવાનના કારખાનાના ભાગીદાર કેતનભાઇ અમૃતલાલ ફેફર (37) રહે. રવાપર રોડ વૈભવ લક્ષ્મી સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






