KALOL(Panchamahal)PANCHMAHAL

વાઘોડિયા તાલુકાના એક ગામની મહિલાને વ્હારે આવી 181 અભયમ ટીમ.

 

તારીખ ૨૯/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા જિલ્લાના વધોડીયા તાલુકાના એક ગામમાંથી એક મહિલા 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં કોલ કરી મદદ માગી હતી મહિલાએ જણાવ્યાં મુજબ તેમના ભાઈ દ્વારા નાની નાની બાબતે ઝઘડો કરવામાં આવતો હતો અપશબ્દ બોલી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સતત હેરાનગતિથી કંટાળી મહિલાએ 181 ની મદદ માગી હતી .માહિતી મળતા જ 181 અભયમ પાદરા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષનું કામ કાઉન્સિલિંગ કરી કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા છેલ્લા પિયરમાં 10 વરસથી રહે છે તેમના પતિ અને દીકરી અને પપ્પા જોડે કારણ કે મહિલાના ભાઈ નસો કરે છે અને ઘરની કોઈ જવાબદારી નહીં લેતા તેમજ મહિલાના પપ્પા પણ ઉંમરલાયક છે તેથી તેમની દેખભાલ કરે છે જેથી મહિલાનો ભાઈ નસો કરી ઝઘડો કરે છે અને ઘરેથી નીકળી જવાની ધમકી આપે છે 181 ની ટીમ દ્વારા મહિલાના ભાઈનું કાઉન્સિલિંગ કરી સલાહ સૂચન માર્ગદર્શન આપેલ તેમજ કાયદાકીય માહિતી આપી મહિલાના ભાઈ એ પોતાની ભૂલ સ્વીકારી અને બીજી વાર ભૂલ નહીં થાય તેની લેખિત બાહીદરી આપી આમ 181 અભયમ ટીમમાં મેં મદદ કરેલ અને સમાધાન કરેલ અને મહિલાએ તો 181 ટીમની આભાર વ્યક્ત કરેલ છે.

Back to top button
error: Content is protected !!