કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા સાંસદ અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ વચ્ચે કાલોલમાં ભાજપની કાર્યશાળા યોજાઈ.

તારીખ ૨૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ જનકલ્યાણકારી અને સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.આ કાર્યક્રમોના સફળ આયોજન માટે કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, આયોજન અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રભારી મેહુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઇ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








