KALOL(Panchamahal)PANCHMAHAL

રતનપુરા ના ઈસમ સાથે શેર બજારમાં ડબલ પૈસા કરવાની લાલચે રૂ ૨.૧૫ લાખ ની છેતરપિંડી કરતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ

તારીખ ૧૯/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

બે દિવસમાં સાયબર ક્રાઇમ ની સતત બીજી ફરિયાદ

સરકાર દ્વારા અવારનવાર અખબારી માધ્યમ તેમજ સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતોમાં ન આવવા તેમજ અજાણી લિંક ઓપન ન કરવા તેમજ ઓટીપી અને પોતાની ખાનગી વિગતો અજાણ્યા માણસોમાં શેર ન કરવા ની અવારનવાર જાહેરાત કરવામાં આવે છે તેમ છતાં પણ ઘણા લોકો સાયબર ક્રાઈમ નો ભોગ બનતા હોય છે. ડેરોલ સ્ટેશનના ઈસમને ને શેર બજારમાં રોકાણ કરી ફાયદો થશે તેવી લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બાદ આવો જ એક કિસ્સો કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા બીપીનકુમાર ચંદુભાઈ રોહિત સાથે બનવા પામ્યો છે.તા ૧૮/૦૭/૨૪ ના રોજ તેઓના મોબાઇલ ઉપર અજાણી છોકરી નો ફોન આવેલો અને શેર માર્કેટમાં પૈસા રોકો એક મહિનામાં ડબલ થઈ જશે કોઈ રિસ્ક નથી જે પણ પ્રોફિટ થશે તેમાંથી અમો 10% પૈસા લઈશું તેવી વાત કરતા ફરિયાદી બીપીનભાઈએ હા પાડી હતી જેથી તેણીએ વોટસએપ ઉપર લિંક મોકલતા ફરિયાદીએ પોતાનુ આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુક અને ઈમેલ આઇડી વોટસએપ થી મોકલી આપી હતી અને ત્યારબાદ અજાણી છોકરીએ સ્કેનર નો ફોટો મોકલી સૌપ્રથમ 2000 રૂપિયા લખાવ્યા હતા અને ત્યારબાદ બીજા 8000 રૂપિયા નાખો તેવો મેસેજ કરતા 8000 રૂપિયા પણ સ્કેનરથી ગુગલ પે કરી નાખ્યા હતા. બીજે દિવસે ફોન કરી અને લિંકમાંથી મેટા ટ્રેડર્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઇડી પાસવર્ડ મોકલી ડાઉનલોડ કરાવી રોકેલ નાણાનો સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો. સ્ક્રીનશોટમાં રોકેલ નાણાં નફો અને કુલ બેલેન્સ એવી વિગતો બતાવી હતી. ત્યારબાદ ફરી મેસેજ કરી પૈસા ઓછા પડે છે ૧૫,૨૦ હજાર રૂપિયા નાખો તેમ કહેતા 22 જુલાઈના રોજ 15000 રૂપિયા ફરિયાદીએ મોકલી આપ્યા હતા. 23 જુલાઈ ના રોજ ફરી મેસેજ કરી બીજા એક લાખ રૂપિયા નાખો તેમ કહેતા ફરિયાદીએ 50000 રૂપિયા મોકલી આપ્યા હતા ૨૪/૭ ના રોજ મેસેજ કરી પહેલા ત્રીસ હજાર અને પછી વીસ હજાર રૂપિયા નાખો એમ કહેતા અગાઉ કરેલા સ્કેનરમાં પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા. જે બાદ ઇન્વેસ્ટમેન્ટના તથા પ્રોફિટના સ્ક્રીનશોટ મોકલી આપ્યા હતા. ત્યારબાદ 21 ઓગસ્ટના રોજ છોકરીનો મેસેજ આવ્યો હતો અને આજે શેર બજારમાં મુવમેન્ટ સારી છે તમો રોકાણ કરશો તો એક લાખ રૂપિયા નાખો તો બીજા એક લાખ રૂપિયા કમાઈ શકો છો પરંતુ ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તે દિવસે તેઓએ પૈસા નાખ્યા ન હતા. પરંતુ બીજા દિવસે ઉછીના પૈસા લાવી 90,000 રૂપિયા અગાઉ કરેલા સ્કેનરમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા ત્યારબાદ ફરિયાદીએ રોકાણનો પ્રોફિટ જાણવા માટે તેના મોબાઇલ ઉપર અવારનવાર ફોન કરતા તેણીએ ફરિયાદીનો મોબાઇલ અને વોટસએપ નંબર બ્લોક કરી દીધેલ બીજા નંબરો ઉપર ફોન કરતા તેની એ ફોન ઉપાડેલ નહીં અન્ય નંબરથી ફોન કરતા ફરિયાદીએ પૂછપરછ કરતા પણ કટ કરી દીધો હતો. આમ અજાણી છોકરી દ્વારા ત્રણ અલગ અલગ મોબાઈલ નંબર થી ફરિયાદીનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરો તેમ જણાવી વિશ્વાસમાં લઈ લિંક મોકલી,એપ ડાઉનલોડ કરાવી,વિગતો ભરાવી ,એપ ઓપન કરાવી તેના સ્કેનરમાં અલગ અલગ તારીખોમાં ફરિયાદીના પંજાબ નેશનલ બેંક અને આઇસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી જુદી જુદી તારીખોમાં રૂપિયા બે લાખ પંદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી રોકાણ કરાવી, રોકાણ કરેલા નાણા નો પ્રોફિટ નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાથી ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં 1930 નંબર ઉપર ફોન કરી ફરિયાદ આપી અને ત્યારબાદ કાલોલ પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૩૧૬(૨),૩૧૮ (૪) અને આઇ.ટી એક્ટની કલમ 66 ડી મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી વાઘેલા દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!