હાલોલ:જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામા ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકામેળાનો કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧૧.૨૦૨૪
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં ઘોઘંબામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકામેળાનો કાર્યક્રમ યોજાયો હતો.પંહામહાલ જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે ખાસ ધ્યાન આપવાનો કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને બાળકોના પોષણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીનો ખૂબ મહત્વનું યોગદાન છે અને કેવી રીતે સશકત અને સુપોષિત બાળકનું ઘડતર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા TLM નું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ PSE ઇન્સ્ટ્રકટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ TLMની સારી કામગીરી કરનાર ૦૫ કાર્યકરોને સન્માનિત કરાયાં હતાં તેમજ કાર્યક્રમમાં હાજર તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, આઇસીડીએસ ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈસીડીએસના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.