KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેરની એમજીએસ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
તારીખ ૨૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આગામી 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કાલોલની એમજીએસ હાઇસ્કુલ ખાતે ધોરણ 10 તથા ધોરણ 12 ના આર્ટસ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સરદાર હોલ ખાતે યોજાયો હતો શાળાના આચાર્ય અને વર્ગ શિક્ષકો અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને સફળતાના ઉચ્ચ શિખરો સર થાય તેવી શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં પોતાના શાળાકીય જીવનની સ્મૃતિઓ રજૂ કરી ભાવભીની વિદાય લીધી.