KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો
તારીખ ૨૩/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગતરોજ સવારે શાળામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઇ પ્રજાપતિ વય નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભ અને SSC બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા મંડળના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ નિવૃત થઈ રહેલ શાળાના ક્લાર્ક ઇન્દ્રવદન પ્રજાપતિને અને બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી. ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ શાળાના પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા અને શાળાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું.શાળાના આચાર્ય રિતેશ પંડ્યાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.