PANCHMAHALSHEHERA

ગુજરાત યોગબોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ની અધ્યક્ષતામાં ગોધરા ખાતે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

*યોગ અને પ્રાકૃતિક કૃષિ તથા પ્રાકૃતિક આહારના લાભો વિશે માહિતગાર કરાયા

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***********

*પંચમહાલ, બુધવાર ::* રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના કેવળ કુંજ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક  શિશપાલજીના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષના સ્નેહ મિલન નિમિત્તે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમ તથા સારા સ્વાસ્થ્યનો આધાર યોગ અને પ્રાકૃતિક આહાર અંગે માર્ગદર્શક પરિસંવાદ યોજાયો હતો.

 

આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક  શિશપાલ જી એ જણાવ્યું હતું કે તન અને મનને સ્વસ્થ રાખવામાં યોગા કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે વિશે સૌને માહિતગાર કર્યા હતાં. તેમણે યોગ સાથે સ્નેહ, પ્રેમ, નિયમ, સંયમ, સ્વસ્થ અને લાંબુ નિરોગી જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે ઉપસ્થિત સૌને વિવિધ ઉદાહરણો અને જાણકારી દ્વારા સમજાવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ફાસ્ટફૂડ અને બહારના હાનિકારક ખોરાકથી દૂર રહેવા તથા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજી ફળો અને ખાવાની વસ્તુઓને રોજિંદા જીવનમાં મહત્તમ ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. તેમણે સૌને વિવિધ યોગસનો જેવા તાડાસન અને મકરાસન તથા વિવિધ યોગક્રિયાઓનું સ્થળ ઉપર જ પ્રેકટીકલ કરાવીને યોગાસનના ફાયદાઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જિલ્લામાં યોગ સાથે વિવિધ કક્ષાએ જોડાયેલા તમામ કોર્ડીનેટરશ્રીઓ તથા યોગકોચને અભિવાદન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  સી.કે.ટિંબાડિયા એ પ્રાકૃતિક કૃષિ અને યોગના સમન્વયથી કેવી રીતે જીવનને નિરોગી અને સ્વસ્થ બનાવી શકાય છે તે વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતાં તથા દેશની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનું હાલોલ ખાતે સ્થાપિત થવું એ પંચમહાલ અને સમગ્ર રાજ્ય માટે ગૌરવમયી વાત છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિના વિવિધ ફાયદાઓ જણાવી સૌને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન સહિતના આયામોની જાણકરી આપી હતી.

 

આ કાર્યક્રમમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલ સોલંકી, સીડીએમો ડૉ.મોના પંડ્યા, ખાસ ફરજ પર ના અધિકારીશ્રી વિશન વેદી, ઝોન કોર્ડીનેટર પિંકી બેન મેકવાન અને રાજેશભાઈ પંચાલ, જિલ્લા કોર્ડીનેટર સોનલબેન પરીખ, સોશિયલ મિડિયાના ઝોન કોર્ડીનેટર સોનલ દરજી અને જિલ્લા કોર્ડીનેટર શ્યામલ પરીખ તેમજ જિલ્લાના યોગકોચ સર્વશ્રી તથા મોટો સંખ્યામાં યોગ સાથે જોડાયેલા નાગરિકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

Back to top button
error: Content is protected !!