HALOLPANCHMAHAL

હાલોલ-ઘોંઘબા તાલૂકાના ઝીંજરી ગામના યુવાનની ઝાલીયાકુવા પાસે બાઈક સ્લીપ ખાઈ જતા કરુણ મોત નિપજ્યુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૭.૨૦૨૪

પંચમહાલના ઘોઘંબા તાલુકાના જીંજરી ગામ ના પરિણીત યુવકનું પાવાગઢની તળેટી ખાતે આવેલ ઝાલીયાકુવા ખાતે મંગળવારના રોજ સાંજના સમયે બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે રહેતા નિતેશકુમાર નટવરસિંહ બારીયા ઉ.વ.૩૦, પોતાના ઘરેથી સવારથી બાઇક લઈને નીકળ્યો હતો.જોકે સાંજના પાંચ થી સાડા પાંચ ની વચ્ચે પાવાગઢની તળેટી ખાતે આવેલ ટપલાવાવ ઝાલીયાકુવા માર્ગ પર થી નિતેશ બાઇક લઈને પૂર ઝડપે જઈ રહ્યો હતો ત્યારે ઝાલીયાકુવા નજીક પૂર ઝડપે જતી બાઈક પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેથી નિતેશ બાઇક લઈને રોડની બાજુમાં આવેલ કોતરમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો ભયંકર અકસ્માત માં બાઈક ચાલકનું માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે જ બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું હતું.જ્યારે બનાવની જાણ પાવાગઢ પોલીસને તેમજ અકસ્માતમાં ભોગ બનનાર બાઈક ચાલકના પરિવારને ઘોઘંબા ખાતે થતા પોલીસ તેમજ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે અકસ્માત અંગે હિતેશકુમાર નટવરસિંહ બારીયા દ્વારા પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતદેહ ને પોસ્ટમોટમ કરાવવા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી બુધવારે સવારના સમયે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતનો ગુણો નોધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી છે.

Oplus_0
Oplus_0
Oplus_0

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button