ચેક રીટર્ન ફરિયાદમાં કાયદેસરનું લેણું પુરવાર ન થતા હાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્યો.

તારીખ ૨૯/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલના એશિયાડનગરમાં રહેતા રામેશ્વર રામસ્વરૂપ લાંબા એ મિત્રતા ના સંબધો હોય હુસેની પાર્ક હાલોલના સમસુદ્દીન ગુફુરશા દિવાનને મે ૨૦૨૨ મા ૧,૨૦,૦૦૦/ રૂ હાથ ઉછીના આપ્યા હતા જે પેટે આરોપીએ આપેલ ચેક બેંકમાં જમા કરાવતા,”એકાઉન્ટ ક્લિઝડ” ના શેરા સાથે રિટર્ન થયો હતો જે બાબતે હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ પુરાવામાં આવતા આરોપી તરફે એડવોકેટ એ એસ દિવાન હાજર રહી દલીલો કરી હતી.આરોપી અને ફરિયાદી મિત્રતા ના નાતે એકબીજાના ઘરે આવવા જવાનો પ્રસંગ બનતો ન હોય પોતે આરોપીના પત્ની અને બાળકો ના નામ જાણતો નથી તેવુ સ્વીકારી ને બીજી તરફ ૨૦૧૮ મા મહિલાઓને લોન આપવાનુ કામ કરતો હોવાનુ પણ સ્વીકાર કરતો નથી ત્યારબાદ વધુ ઊલટ તપાસમાં પોતે મહેન્દ્રભાઈ ના હાથ નીચે મહિન્દ્રા ફાઇનાન્સ મા નોકરી કરતા હતા અને મહિલાઓને લોન આપવાનુ કામ કરતા હોવાનુ સ્વીકારે છે. પોતે આરોપીના પત્ની સહેનાઝબાનુ ને મારફતે મહિલાઓને લોન આપતા હોવાનું અસ્વીકાર કરે છે. બીજી તરફ આરોપીના પત્ની સહેનાઝબાનુ ના પુરાવામાં જણાવેલ કે અલગ અલગ મહિને ધિરાણ કરાવેલ હોવાથી ફરિયાદીએ પોતાના અને પોતાના પતિના પાંચ જેટલા કોરા સહી વાળા ચેક મેળવેલા જેનો ઉપયોગ કરી હાલનો કેસ કરેલ છે. ફરિયાદ પક્ષે કરેલ ઊલટ તપાસમાં આરોપી અને તેની પત્ની સાથે ફરિયાદિને સારા સંબંધો હતા અને અવારનવાર તેના ઘરે જતા હોવાનું બહાર આવ્યુ હતુ વધુમાં ફરિયાદી પોતે પોતાની આર્થીક ક્ષમતા પણ પુરવાર કરી શકેલ નથી તમાંમ વિગતે આરોપી તરફે એડવોકેટ એ એસ દિવાન ની દલીલો ગ્રાહ્ય રાખી હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશીએ આરોપી સમસુદ્દીન ગુફુરશા દિવાનને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.








