KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન:ડેપ્યુટી કલેક્ટર,મામલતદાર,TDO સહિત સ્ટાફની પ્રશંસનીય કામગીરી.

 

તારીખ ૨૯/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કાલોલ ખાતે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત મતગણતરી સ્ટાફની પ્રશંસનીય કામગીરી વચ્ચે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં જીલ્લા ચુંટણી પંચે હાશકારો અનુભવ્યો હતો

ગતરોજ એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાલોલ જિલ્લા પંચાયત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) પંચમહાલ ડો. એમ.કે. ડોડીયા, કાલોલ મામલતદાર વિકાસભાઈ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી આર.પી. પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા મતગણતરીની પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી હતી અને ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ વિવાદ વિના સંપન્ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ ટીમ અને મતગણતરી સ્ટાફની નિમણૂકમાં બધા વર્ગના કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા જ્યાં એમ.એમ.ગાંધી કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરાની નિગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. કાલોલ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી ડો.એમ.કે. ડોડીયા એ જણાવ્યું કે, ચુંટણી પંચના નિયમોનું ચુસ્તપણે પાલન કરીને ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં મતગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમ સાથે પ્રાથમિક સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!