KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરની હોટલ ગ્રાન્ડ એકતાના સંચાલક સામે કાર્યવાહી,મુસાફરોની વિગત પોર્ટલ પર અપડેટ ન કરતા એસઓજીનું પગલું.

 

તારીખ ૦૨/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં મુસાફરોની ઓનલાઇન એન્ટ્રી ન કરવા બદલ હોટલ સંચાલક/આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જી.પી. એક્ટની કલમ ૧૩૧ મુજબ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.એસઓજી પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો ત્યારે કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પાસે આવેલી ‘હોટલ ગ્રાન્ડ એકતા’ માં ચેકિંગ દરમિયાન એક મોટી બેદરકારી સામે આવી હતી.આરોપી મોહંમદ આફ્રીદીએ હોટલ ગ્રાન્ડ એકતાના રીસેપ્શન કાઉન્ટર પર રાખવામાં આવેલા કોમ્પ્યુટરમાં ઉતારુઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ (નંબર ૩૫૭૦, ૩૫૭૨, ૩૫૮૨) સરકારશ્રી તરફથી જાહેર કરેલ ‘પથિક સોફ્ટવેર’ (Pathik Software) માં ઓનલાઇન કરી ન હતી. પોલીસે મોહંમદ આફ્રીદી યાસીનભાઇ ખાટકી (રહે. હોટલ ગ્રાન્ડ એકતા, ચલાલી ચોકડી પાસે, વેજલપુર, તા. કાલોલ, જી. પંચમહાલ; મૂળ રહે. નુરાનીપુરા-લક્ષ્મીપુરા, તા.જી. પાટણ).આ મામલે એસઓજી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.સત્તાવાળાઓ દ્વારા હોટલ માલિકોને કડક સૂચના આપવામાં આવી છે કે દરેક મુસાફરોની વિગતો ફરજિયાતપણે સરકારી પોર્ટલ પર અપડેટ કરવી અનિવાર્ય છે.

Back to top button
error: Content is protected !!