KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના કાતોલ ગ્રામ પંચાયત ખાતે એનડીપીએસ એક્ટ અંગે જાગૃતી લાવવાનો કાર્યક્ર્મ યોજાયો.
તારીખ ૨૯/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સરકાર દ્વારા નાર્કોટિક્સ બાબતે ગ્રામજનોમાં જાગૃતી લાવવા ના ભાગ રૂપે પંચમહાલ એસઓજી પીએસઆઈ બી.કે.ગોહિલ અને સ્ટાફ દ્વારા કાલોલ તાલુકાના કાતોલ ખાતે ગ્રામ પંચાયત ખાતે નશીલા પદાર્થો અંગે જાગૃતતા લાવવા માટે નો કાર્યક્રમ યોજાયો જેમા પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. પીએસઆઈ દ્વારા ગ્રામજનોને જણાવેલ કે તમારુ ખેતર ભાગે આપતા હોય ત્યારે ભાગે રાખનાર નશીલા પદાર્થો નુ વાવેતર કરતો નથી તેનુ ધ્યાન રાખવુ આવા કેસ મા સજાની જોગવાઈ પણ મોટી હોય છે અને જામીન મળવા પણ મુશ્કેલ હોય છે. તેથી તમારા વિસ્તારમાં આવી કોઇ પ્રવૃત્તિ થતી હોય તો પોલીસ નુ ઘ્યાન દોરવુ તેવી અપીલ કરવામાં આવી હતી.