કાલોલ તાલુકાના વિવિધ ગામોના રેશનકાર્ડ બંધ થતાં મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ ચાલુ કરવા અરજદારો ધક્કા ખાવા મજબૂર
તારીખ ૨૨/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વિવિધ ગામો તેમજ કાલોલ શહેર ના રેશનકાર્ડ બંધ થઈ જતા રેશનકાર્ડ ધારકો કાલોલ મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડ ચાલુ કરાવવા ધર્મના ધક્કા ખાવા મજબુર છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડ ઈ કેવાયસી તેમજ તમામ સભ્યોની ઈ કેવાયસી ફરજીયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યાર બાદ જીલ્લા પુરવઠા અધિકારી તેમજ કાલોલ મામલતદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફરજીયાત ઈ કેવાયસી ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં મામલતદાર કચેરી તેમજ કાલોલ, નજીકની પોસ્ટ ઓફિસ ખાતે, ગ્રામ પંચાયત કચેરી તેમજ વ્યાજબી ભાવની દુકાન પાસે PDS મારફતે તથા MY RATION એપ્લીકેશન દ્વારા અરજદાર પોતે પોતાના મોબાઈલ દ્વારા પોતાનું તથા ઘરના સભ્યોનું રેશનકાર્ડ ઈ કેવાયસી ફરજીયાત કરાવી લેવાનું જાહેરાત કરી હતી જેથી ૧ મે ૨૦૨૫ રેશનકાર્ડ ચાલુ રાખવા તેમજ રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મળી રહે તે માટે NFSA / NON-NFSA, એ.પી.એલ-૧, એ.પી.એલ-૨, બી.પી.એલ તથા અંત્યોદય રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ૩૦ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં ફરજિયાત કરાવી લેવા જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પંચમહાલ ગોધરા તથા મામલતદારશ્રી કાલોલ દ્વારા જણાવેલ હતું જેથી કેટલાક લોકો એ ઈ કેવાયસી ફરજીયાત કરાવી હતી અને કેટલાક લોકોની ઈ કેવાયસી કરવાની બાકી રહી ગઈ હોવાનું જાણવા મળ્યુ છે ઘણા રેશનકાર્ડ ઈ કેવાયસી કરેલા હોવા છતા રેશનકાર્ડ બંધ થય ગયાં છે બીજી તરફ વેજલપુર ગામ માં કેટલાક રેશનકાર્ડ બીપીએલ માંથી એપી એલ થઈ ગયા છે જેથી કાલોલ મામલતદાર કચેરીમાં લોકો ચાલુ કરાવવા તેમજ ફરી એ સ્થિતિ માં કરવા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;