GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

WAKANER:વાંકાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ સાહેબ ની સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને સંસ્કાર બ્લડ બેન્ક મોરબી ના સહયોગથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામા આવેલ હતો. જેનું ઉદ્ઘઘાટન તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરશીયા દ્વારા કરવા માં આવેલ હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુ ના ગામ ના ૨૨ જેટલા રકતદાતાઓ રકતદાન કરેલ હતું. તેમજ કેમ્પ ને સફળ બનાવવા પ્રા.આ.કે. દલડી ના મેડિકલ ઓફિસર ડો. સાહેના અન્સારી, સુપરવાઈઝર કાળુભાઈ અંતરેસા, કસ્ટુરીબેન દેગામા, વંદનાબેન સોલંકી તેમજ એમ.પી.એચ.ડબલ્યું. ભાઇઓ, એફ.એચ.ડબલ્યું બહેનો અને આશા વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.









