KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની દેલોલ પગાર કેન્દ્રની પીલવાની મુવાડી પ્રાથમિક શાળામા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી.

 

તારીખ ૨૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની દેલોલ પગાર કેન્દ્રની પીલવાની મુવાડી પ્રાથમિક શાળામા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ2026 ની ઉજવણી કરવામાં આવી.જેમાં તાલુકા પંચાયત સભ્ય નિર્મલકુમાર ગોહિલ તેમજ દાતા દીપેશભાઈ રજપુત ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો યુવાન મિત્રો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક તેમજ ફૂલછડીથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી સર્વધર્મ પ્રાર્થના કરી કાર્યક્રમ ખુલ્લો જાહેર કરાયો.સૌપ્રથમ આંગણવાડીના બાળકો ત્યારબાદ બાલવાટિકામાં કુલ 7 નવીન બાળકોને કુમ કુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાયો હતો.શાળાની ધોરણ 5 ની બાલિકા ધૃતિબેન દ્વારા સમાજના ઉથ્થાન બાબતે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.ત્યારબાદ નિર્મલભાઈ દ્વારા સમાજમાં શિક્ષણની જાગૃતતા બાબતે તેમજ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. શાળાના આચાર્ય અનુપમાબેન દ્વારા બાળકોને નિયમિત શાળામાં મોકલવા વાલીઓને મીઠી ટકોર કરી હતી.ત્યારબાદ દાતાશ્રીઓ તેમજ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર બાળકો અને cet માં મેરીટમાં આવેલ બાળકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અને એસએમસી મીટીંગ યોજવામાં આવી હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષક શ્રી અરવિંદભાઈ સેલોત દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો છેલ્લે તમામ મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરેલ હતી. જ્યાં શાળા પરિવાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!