દિલ્હી મુંબઈ નવો હાઈવે બન્યો કાળ! ભાટપુરા નજીક ફોર વ્હીલ ગાડી ને ટક્કર મારતા એક જ પરિવારના 3 ના મોત 1 ઈજાગ્રસ્ત, ઉપરા છાપરી બે અકસ્માતમાં કુલ ૭ ના મોત.

તારીખ ૦૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ખાનપુર તાલુકાના વડાગામ ખાતે રહેતા વિપુલકુમાર જોશીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેમના બનેવી હેમંતકુમાર નટવરલાલ પંડ્યા સુરત ખાતે રહે છે અને રસોઈકામ કરે છે જેઓ પોતાની મહિન્દ્રા એસયુવી લઈને પરિવાર સાથે સુરત થી પોતાના વતન મુડાવડેખ તા ખાનપુર જી મહીસાગર ખાતે આવવા નીકળ્યા હતા ત્યારે ગોધરા નજીક મહેલોલ પાસે આવેલ ભાટપુરા નજીક એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મહિન્દ્રા એસયુવી કાર ને ટક્કર મારતાં કારને આગળથી તેમજ પાછળના ભાગે કાચ તૂટેલ તેમજ આજુબાજુના ભાગે પણ નુકસાન પહોંચ્યું હતુ મહિન્દ્રા એસયુવી મા સવાર ચારેવ ઈસમો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં હેમંતકુમાર નટવરલાલ પંડ્યા ઉ.૪૪, કિંજલબેન હેમંતકુમાર પંડ્યા ઉ.૪૨, આયુષકુમાર હેમંતકુમાર પંડ્યા ઉ.૧૮ ને મોઢાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે જેનીસા હેમંતકુમાર પંડ્યા ઉ ૦૮ ને બન્ને પગે અને હાથમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર હેઠળ ગોધરા સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. એકજ પરિવારના ત્રણ સભ્યો નુ અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર પંડ્યા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાજેતરમાં કાલોલ નજીક દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ચાર ઈસમો ના મોત નીપજ્યા હતા જે બાદ નવ દિવસના અંતરાલ પછી બીજી આ ઘટના બની છે.








