PANCHMAHALSHEHERA

ગોધરામાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાયો

 

પંચમહાલ, શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કનેલાવ વિસ્તારમાં આવેલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા કક્ષાનો યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જુદી જુદી વયજૂથ મુજબ બાળકોને અલગ અલગ રમતો મુજબ નોંધણી કરી તેમના ટેસ્ટ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં પસંદગી પામનાર બાળકોને જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં બાળકોને શાળા પ્રવેશ તથા શૈક્ષણિક ફી, બુક તેમજ સ્ટેશનરી, હોસ્ટેલ ફી, સ્કૂલ ગણવેશ, સ્કૂલ ઇવેન્ટ, પૌષ્ટિક આહાર, માસિક સ્ટાઈપેન્ડ, ટુર્નામેન્ટ એક્સપોઝર, રમતની ઘનિષ્ઠ તાલીમ, સ્પોર્ટ્સ કીટ, મેડિકલેઇમ અને રમતના સાધનો સહિતની સુવિધાઓ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!