KALOL(Panchamahal)PANCHMAHAL

ડૉ. યોગેશભાઈ પંડ્યા બન્યા પુનઃ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ: પ્રદેશ નેતાઓનો આભાર માની સંગઠન મજબૂત બનાવવાનો લીધો સંકલ્પ.

 

તારીખ ૨૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ  

કાલોલ:ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનાત્મક નિમણૂકોની શ્રેણીમાં પંચમહાલ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે ડૉ. યોગેશભાઈ પંડ્યાની પુનઃવરણી કરવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન પ્રભારી હીતેન્દ્રસિંહ, જિલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા તથા જિલ્લા અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ દ્વારા ડૉ. પંડ્યા પર વિશ્વાસ મૂકીને આ મહત્વની પુનઃ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત જિલ્લા ઉપાધ્યક્ષ ડૉ. યોગેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે, પ્રદેશના તમામ વરિષ્ઠ નેતાઓએ મારા પર જે પુનઃ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું અંત:કરણપૂર્વક આભાર માનું છું. પાર્ટી દ્વારા સોંપાયેલી આ જવાબદારીને હું પૂરા પ્રયત્નો, નિષ્ઠા અને સમર્પણભાવથી નિભાવીશ.વધુમાં તેમણે ઉમેર્યું કે, “સંગઠનને વધુ મજબૂત બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને પંચમહાલ જિલ્લામાં ભાજપનો વ્યાપ વધારવા માટે હું કાર્યકર્તાઓ સાથે ખભેખભો મિલાવીને કામ કરીશ. તેવી આશા વ્યક્ત કરી હતી.ડૉ. પંડ્યાની પુનઃ નિમણૂકને લઈને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક કાર્યકરો અને શુભેચ્છકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!