HALOLPANCHMAHAL

હાલોલમાં ઈદુલ ફિત્રની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરાઈ, મુસ્લીમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૪.૨૦૨૪

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ ફીત્ર ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ હાલોલ નગર ખાતે આજે ગુરૂવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ નાં ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં હતી.જ્યારે પાવાગઢ રોડ પર આવેલ નૂરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદ નાં ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં હતી.જ્યારે નગરમાં ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો અને અવનવા પોષાક તેમજ મુસ્લિમ બિરાદરો તેઓના માથા પર સાફા માં સજ્જ જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી.જ્યારે ઇદ ને લઇ પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય ઈદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ ઇદ મેળા માં મુસ્લિમ સમુદાયના યુવાનો,યુવતીઓ,મહિલાઓ સહિત નાના ભૂલકાઓ ઇદ મેળા માં ઉમટશે જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!