KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના PSI એલ.એ.પરમારની વિદાય. 35 વર્ષની નિષ્ઠાપૂર્વકની ફરજ બાદ નિવૃત્તિ થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો.

 

તારીખ ૩૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત પોલીસમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં 35 વર્ષથી વધુ સમય સુધી અડીખમ રહેનારા અને પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી. તેમ જ કાલોલ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી ફરજ બજાવતા હતા અને કાયદો-વ્યવસ્થા, ગુના ઉકેલવા અને પ્રજા સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો માટે જાણીતા એવા પીએસઆઇ એલ.એ.પરમાર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં બુધવારે રાત્રિના સાત કલાકે પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે કાલોલના સિનિયર પી.આઈ. આર.ડી. ભરવાડ અને પીએસઆઇ પી.કે.કિશ્વયન અને પીએસઆઇ એમ.આર. મોહનીયા તથા કાલોલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, કાલોલના નગરજનો, આજુબાજુ ગામના ગ્રામજનો અને મીડિયા પર્સન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા પી.એસ.આઈ. એલ.એ. પરમારની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેઓને પુષ્પગુચ્છ, ફૂલોનો હાર અને શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યાં સિનિયર પી.આઈ. આર.ડી.ભરવાડ દ્વારા એલ.એ.પરમાર ની કામગીરીને બિરદાવીને તેમની નિવૃત્ત જીવનની કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.વિદાય લઈ રહેલા પી.એસ.આઈ.એલ.એ. પરમારે કાલોલ સહિત પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન ખાતેની પોતાની ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ એ પણ પીએસઆઈ એલ.એ.પરમાર સાથેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા અંતે કાલોલ શહેર સહિત આજુબાજુ ગામના સંરપચ સાથે મોટીસંખ્યામાં ગ્રામ્યજનો પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તથા નાળિયેર અને ગિફ્ટ અર્પણ કરી તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

 

Back to top button
error: Content is protected !!