KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં સૌપ્રથમવાર શિવજીની સવારીની ભવ્ય શોભાયાત્રા નીકળી. ઈન્દોરની મહાકાલ સેનાનુ ભવ્ય પ્રદર્શન
તારીખ ૨૭/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કાલોલની ગોમા નદીના કિનારે આવેલા સોમનાથ પાતાળેશ્વર મહાદેવ ખાતેથી શિવજીની સવારી નીકળી હતી જે સમગ્ર નગરમાં ફરીને પરત પાતાળેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી હતી શોભાયાત્રામાં ઇન્દોર ની મહાકાલ સેના ના કલાકારોએ ભગવાન શિવ અને તેમના ગણ બનીને પ્રદર્શન કર્યું હતુ નગરપાલિકા પાસે એસએફએક્સ અને ડીજે શો યોજ્યો હતો તેમજ ભાથીજી મંદિર અને બસ સ્ટેન્ડ પાસે પણ ડીજે શો યોજાયો હતો. શોભાયાત્રા માં પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ નગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો હાજર રહ્યા હતા શોભાયાત્રાદરમ્યાન હર હર મહાદેવ અને જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. કાલોલ પોલીસ દ્વારા શિવજી ની સવારી ની શોભાયાત્રા ના માર્ગ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.