હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાના સ્થાપના દિવસ તેમજ ગાંધી જયંતી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૧૦.૨૦૨૪
હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાની સ્થાપના તારીખ -2/10/1946 માં કરવામાં આવી હતી. આજે બુધવારના રોજ શાળાના 78 માં સ્થાપના દિવસની ઉજવણી 78 દીવડા પ્રગટાવી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.સાથે સાથે આજે ગાંધીજયંતી ની ઉજવણી પણ કરવામાં આવી જેમાં એક બાળકને ગાંધીજી બનાવવામાં આવ્યા હતા.અને સ્વચ્છતા ના શપથ લીધા હતા.તેમજ આજરોજ થી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાના અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી.તમામ બાળકો નાના પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક ની બોટલમાં ભરી લાવવાની શરૂઆત કરી હતી જેથી ગામ પણ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલે વિરાસત વન માં આવેલી દુકાનો પર જઈ પ્લાસ્ટિક એકત્રીત કરવા બેગો આપી હતી.આ રીતે આજે ગાંધીજયંતી ની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.