રૂ 30 લાખના ચેક રીટર્ન કેસમા ગળતેશ્વર કોર્ટે ભાગીદારી પેઢી અને બે ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મુક્યા.

તારીખ ૦૨/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને જોડ્યા વગર તેમજ સમયમર્યાદા બહાર નુ લ્હેણુ હોવાને કારણે ગળતેશ્વર કોર્ટ દ્વારા અશોક ક્વોરી વર્કસ પ્રા.લી.પંડ્યાપુરા તા ગોધરા અને તેના બે ભાગીદારો રમાકાંત જીવણલાલ પટેલ રે ઠાસરા તેમજ સુનિલભાઈ પટેલ રે વડોદરાનાઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે. ફરિયાદી કાંતિભાઈ સનાભાઇ પરમાર તે નીલમ ટ્રેડિંગના પ્રોપરાઇટર રે. રાજુપુરા રેલવે ક્રોસિંગ ની સામે સેવાલિયા તાલુકો ગળતેશ્વર જિલ્લો ખેડા દ્વારા પોતે અને આરોપી ભાગીદારી પેઢી એક જ પ્રકારનો ક્વોરી ડસ્ટ , કપચી, મેટલ નો ધંધો કરતા હોવાથી આરોપીઓ પાસેથી માલ ખરીદતા હોવાથી વર્ષ 2013 ના આરસામાં એડવાન્સમાં નાણા ચૂકવી આપ્યા હતા અને વર્ષ 2016 ના અરસામાં આરોપીઓએ કોઈપણ પ્રકારના કારણ વગર ફરિયાદી સાથે ધંધાકીય વ્યવહારો બંધ કરી દીધા હતા. જેથી ફરિયાદીએ હિસાબ કરતા રૂ ૩૦,૧૪,૯૦૧/ એડવાન્સ પેમેન્ટ ની રકમ આરોપી પાસેથી લેવાની બાકી રહેતી હતી. જેની ઉઘરાણી કરતા છ માસમાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ પણ રકમ ચૂકવી ન આપતા કડક ઉઘરાણી કરતા રૂ 30 લાખનો તા ૧૮/૦૭/૨૦૧૯ ના રોજ નો બેંક ઓફ બરોડા સેવાલિયા શાખાનો ફરિયાદીના નામનો ચેક આરોપી રમાકાંત પટેલ તેમજ સુનિલ પટેલ નાઓએ અશોક ક્વોરી ના ડાયરેક્ટર તરીકે સહી કરી આપ્યો હતો જે ચેક ફરિયાદી એ પોતાના ખાતામાં જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે પરત આવ્યો હતો જે બાદ ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર થયા હતા અને મહત્વની હકીકત રેકર્ડ ઉપર લાવ્યા હતા કે ભાગીદારી પેઢીમાં પેઢીના તમામ ભાગીદારોને આ ફરિયાદમાં જોડેલા નથી તેથી ફરિયાદ ટકી શકે નહીં વધુમાં આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ કરેલ ઊલટ તપાસમાં ફરિયાદીએ સ્વીકારેલ કે નીલમ ટ્રેડિંગના પ્રોપ્રાઇટર તરીકે નો કોઈ આધાર રજૂ કર્યો નથી. આરોપી અશોક કોરી પ્રાઇવેટ લિમિટેડ માં કેટલા ભાગીદારો છે તેની ફરિયાદીને જાણ નથી. આરોપીય એડવાન્સ પેમેન્ટ માંગેલ હોય અને ફરિયાદીએ એડવાન્સ પેમેન્ટ આપેલ હોય તેનો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ નથી વર્ષ ૨૦૧૫ પછી કોઈ નાણાંકીય વ્યવહાર નથી. વર્ષ 2015 થી 2019 સુધી અશોક ક્વોરી ને કોઈપણ પ્રકારની નોટિસ આપી નથી. વધુમાં આરોપીએ બેંક ઓફ બરોડા ના અધિકારી નો પુરાવો લેતા ચેકમાં આરોપી સુનિલભાઈ પટેલ ની કોઈ સહી નહી પણ શૈલેષભાઈ ની સહી હોવાનુ બહાર આવ્યું છે. તમામ પુરાવાને ધ્યાને રાખીને શૈલેષભાઈ ની ચેક માં સહી હોવા છતાં પણ તેઓને કોઈ નોટિસ આપી નથી કે તેઓને કેસમાં જોડ્યા નથી વધુમાં ફરિયાદીના સમયમર્યાદા બહારના લેણા બતાવી ચેકનો દુરુપયોગ થયો હોવાનું બહાર આવ્યુ હતુ એપેક્ષ કોર્ટ ના વિવિધ ચુકાદા મુજબ ગળતેશ્વર ના જયુ મેજિસ્ટ્રેટ (ફ. ક ) ડી જી વાધેલા દ્વારા આરોપી પેઢી અશોક ક્વોરી વર્કસ અને તેના બન્ને ભાગીદારો/ ડાયરેક્ટરો ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.








