ગોધરા તાલુકાની પઢિયાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની થીમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન. એ ઉક્તિ મુજબ પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની પઢિયાર પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી પી.ડી જૈતાવતના અધ્યક્ષસ્થાને તેમજ સી.આર.સી અમિતભાઈના વરદ હસ્તે આંગણવાડીના બાળકો ,બાલવાટિકાના બાળકો અને સરદાર પટેલ વિદ્યાલય,પઢીયારના ધોરણ નવમાં નવીન પ્રવેશપાત્ર બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ શાળામાં દાતાશ્રીઓનું સન્માન, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ બાળકોનું સન્માન ગત શૈક્ષણિક વર્ષમાં શાળામાં 100 ટકા નિયમિત હાજર રહેનાર બાળકોનું સન્માન મુખ્ય મહેમાન તેમજ એસ.એમ.સી કમિટીના સભ્યો થતા ઉપસ્થિત સરપંચશ્રી ,વડીલો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ સરકારશ્રીની દીકરીઓ ભણાવવા માટેની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની વાલીઓને જાણકારી અને લાભોની માહિતી પઢિયાર શાળાના આચાર્ય દિનેશ પરમાર દ્વારા આપવામાં આવી.નિપુણ ભારત અંતર્ગત સરકાર દ્વારા આપેલ સાહિત્ય નિદર્શન કરવામાં આવ્યું તથા મુખ્ય મહેમાનના હસ્તે શાળામાં બાળકોના કમ્પ્યુટર શિક્ષણ માટે કમ્પ્યુટર લેબ ખુલ્લી મુકવામાં આવી.વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. તેમજ શાળાના સમગ્ર સ્ટાફગણના શુભ વિચારોનો સંકલ્પ અને સંકલનના મજબૂત આયોજન થકી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો. શાળામાં આવનાર પ્રાંત અધિકારી કાર્યક્રમ અને શાળાના યોગ્ય પ્લાનિંગ મુજબના વર્ક અને સિસ્ટમથી પ્રભાવિત થયા અને શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગામના યુવાનો, વડીલો હાજર રહ્યા હતા.