HALOLPANCHMAHAL
હાલોલ:ગુજરાત ફ્લોરોકેમીકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન, ચોકલેટ અને ગુલાબનું ફુલ આપી ને શુભેચ્છા પાઠવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૨.૨૦૨૫
ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા રણજીતનગર માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ માં SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન, ચોકલેટ અને ગુલાબનું ફુલ આપી અને નિર્ભય બનીને પરીક્ષા આપવા તેમજ જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવા માં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન GFL કંપની કર્મચારી ગણ અનિલ કિલ્લારિકર,ડી. એસ. કદમ,જીજ્ઞેશ મોરી, સુનિતા ગામી,રિતેશ ગુપ્તા તેમજ રણજીતનગર ગામના ઉપ સરપંચ મિત્તલભાઈ પટેલ, ગામના અગ્રણી અશ્વિન પટેલ, લક્ષ્મણભાઈ રાઠવા,નાથકુવા ગામના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકી, કંકોડાકુઇ ગામના અગ્રણી પ્રવિણસિંહ સોલંકી, તેમજ રણજીતનગર ગામના નવ યુવાનો અને માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ ના શિક્ષકગણ દ્વારા SSC બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.